Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વન પર્યાવરણમંત્રીના હસ્તે વાંસદા નેશનલ પાર્કમા 'વન્યપ્રાણી સારવાર કેન્દ્ર'નું લોકાર્પણ કરાયું

  • March 07, 2024 

દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્કમા આજરોજ રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે તેમજ વિધાનસભા નાયબ દંડક વ ડાંગ જિલ્લા ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિત "વન્યપ્રાણી સારવાર કેન્દ્ર"નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન પર્યાવરણમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે , વાંસદા નેશનલ પાર્કમા પ્રથમવાર વનપ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતા અહીં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે. અગાઉ ઇજાગ્રસ્ત પ્રાણીઓને અંબાજી અને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા, જેમાં પડતી મુશ્કેલીઓથી વાંસદા રેન્જને રાહત મળશે. દીપડા જેવા પ્રાણીઓને રેસ્ક્યુ કરવા માટે અહીં વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ વાન પણ શરૂ કરવામાં આવેલ છે.


ગુજરાતમા સૌ પ્રથમવાર હાઇડ્રોલિક સિસ્ટમની વાન અહીં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેનાથી પ્રાણીઓને રેસ્ક્યુ સરળતાથી થઈ શકશે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક "વન્યપ્રાણી સારવાર કેન્દ્ર"ની સુવિધાઓથી વાકેફ કરાવ્યા હતા. નવસારી વાંસદા તેમજ ડાંગ જિલ્લાના જંગલમાંથી વન પ્રાણીઓને રેસ્ક્યુ કરી વાંસદા નેશનલ પાર્કના નવતાડ ખાતેના વન્યપ્રાણી સારવાર કેન્દ્રમા સારવાર અર્થે લાવવામાં આવશે. અહીં ઘવાયેલા પશુઓ તેમજ પ્રાણીઓને પ્રાથમિક આરોગ્ય સારવાર પુરી પાડવામાં આવશે. વન્યપ્રાણી સારવાર કેન્દ્રમા પ્રાણીઓ તેમજ પશુઓને રેસ્ક્યુ કરવા માટે માટેના સાધનો ઉપલબ્ધ છે. તેમ શ્રી રવિ રાધાક્રિષ્ના પ્રસાદે માહિતી આપતાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application